સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પરિણામે તાપી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રેવાનગર(અડાજણ)માં પાણી આવવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે તા.૨૫ ના રોજ સાંજે ૭:૩૫ કલાકે ૧૫ પરિવારોના ૪૨ લોકોને નજીકની નગર પ્રા. શાળા ક્રમાંક ૮૮ ખાતે સ્થળાંતર કરાયા છે.
તેમજ ઉકાઈમાં વધતી પાણીની આવકને પરિણામે પાલ આર.ટી.ઓની બાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી સાવચેતીના પગલે આજે બપોરે ૧૨:૦૦ કલાકે સ્થાનિક ૫૦ જેટલા રહેવાસીઓને પોતાના સગા સંબંધીને ત્યાં સ્થળાંતર કરાવાયું છે. બંને સ્થળોના કુલ ૯૨ અસરગ્રસ્તોને પાલિકાના રાંદેર ઝોન દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું છે.




Users Today : 0
Users Last 30 days : 904
Total Users : 11414