સુમારે અર્ધી સદી પૂર્વે દાદા-દાદીઓ ખાસ કરીને અકબર બીરબલની ખાસ વાર્તાઓ રાત્રિએ બાળકોને વેળાસર ઊંઘ આવી જાય એ વાસ્તે નિયમિત રીતે સંભળાવતા હતા!
ખેર એ પૈકીની એક વાર્તા ” બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી ” ખૂબ રસપ્રદ અને હૃદયસ્પર્શી હોય જે અત્રે વાચકો અને ચાહકો સહિત હાઇટેક યુગ સારું પેશ કરેલ છે! મૂળે અને મુદ્દે…!અકબર રાજા ખૂબ શોખીન રાજા હતા, તેમને અત્તરનો બહુ શોખ હતો, તો એક વખત તેમને કોઈએ અત્તર ભેટમાં આપ્યું, તે અત્તરની શીશી લઈને પોતાના રૂમમાં બાદશાહ સલામત ગયા અને ત્યાં એમણે શીશી ખોલવાનો પ્રયત્ન કર્યો શીશી તો ખુલી પણ શીશીમાંથી અત્તરના બે ત્રણ ટીપાં નીચે પડી ગયા!તો અકબર રાજા નીચે વળી આંગળી વડે તેેં ટીપાં લેેેવાનો પ્રયત્ન કરતા હતા તેજ દરમિયાન ત્યાં બીરબલ આવ્યો રાજાનું નીચે ટીપાં માંટે વળવું અને બીરબલનું આવવું!બીરબલ જોઇ રાજા તરત જ ઊભા થઈ ગયા!
તે બંનેની નજર એકબીજા સામે મળી બીરબલ જોઈ અને અચરજ પામ્યો ! ભારતના શહેનશાહ રાજા અકબર જે મહાન રાજાઓમાં ગણતરી થાય છે એ એક નાનકડા ટીપા માટે નીચા નમીને આંગળીથી લઈ રહ્યા છે, તેમાં અડધું તો જમીનમાં શોષાઈ ગયું હશે!બીરબલને લાગ્યુંં કે આ આટલા બધા કંજૂસ રાજા હશે!?આમ તો દાનને ઘણું બધું કરતા હતા! બીરબલ કશું બોલ્યો નહીં, અકબર રાજાને શરમ આવી પણ હવે શું થાય!? બિરબલ તો જે કામથી આવ્યો તો તે કામ પતાવીને જતો રહ્યો અને રાજાએ પોતાના રૂમમાં બેઠા બેઠા વિચારે ચડી – ગોટાડે ચઢી ગયા કે આ બીરબલ મારા માટે શું વિચારતો હશે!? કે આ રાજા આટલા બધા કંજૂસ છે!?આવું વિચાર તો હશે ? આખી રાત અકબર રાજાને ઊંઘ નહિ આવી!
અકબર રાજાએ બીજા દિવસેે સવારે વહેલા ઊઠીને પોતાનો હોજ હતો નાહવાનો એમાં અત્તર ભરી દીધું!ગામમાં એલાન કર્યુ અને જાહેરાત કરી કે જેને જેટલું અત્તર જોઈએ એટલું લઈ જાય! લોકો ડોલ ભરી ભરીને લઈ જતા હતા! અકબર રાજાએ આ દ્રશ્ય જોવા બીરબલનેે ત્યાં બોલાવ્યો! જો બીરબલ મારા રાજ્યમાં લોકો કેટલા સુુુખી છે,! ડોલ ભરીભરીને અત્તર લઈ જાય છે!તારે શું કહેવું છે!? આ બાબતમાં તો બિરબલ એ રાજાને કહ્યું, કે રાજાજી, “છોટા મુહ બડી બાત” મેરી કોઈ ગલતી હો તો માફ કરના જીહુઝૂર…! લેકિન આજ આપકો બતાતા હું કે, ” બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી”! અકબર રાજા તો શરમના મારે કાંઈ બોલી પણ શક્યા અને ત્યાંથી ચાલ્યા ગયા! “બુંદ સે ગઈ વો…!હોજ સે નહીં આતી”! અલબત, હાઇટેક યુગમાં દાદા દાદીઓની વાર્તાઓ ખોવાઈ ગઈ!




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237