
કુકરમુંડાનાં જુના આમોદામાં ચાર વર્ષીય માસુમ બાળક ઉપર દીપડીએ જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે લોકોએ દીપડીનાં સકંજામાંથી બાળકને છોડાવ્યો હતો. જયારે આ ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ હતી. બનાવની વિગત એવી છે કે, બુધવારનાં રોજ સાંજના સમયે ચાર વર્ષીય બાળક તક્ષભાઇ સંજયભાઈ ચૌધરી ઘરની આસપાસ જ રમતો હતો. તે દરમિયાન ખોરાકની શોધમાં ફરતી દીપડીએ માસુમ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
બાળકનાં રડવાના અવાજ સાથે પરિવારજનોને જાણ થતાં જેઓની બુમાબુમથી દીપડી ઘાયલ બાળકને પડતો મુકી ભાગી ગઈ હતી. ગંભીર રીતે થવાયેલા બાળકને સરકારી હોસ્પિટલ તળોદા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ બાળકને વધુ સારવાર માટે નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. વન્યપ્રાણી દ્વારા બાળક ઉપર થયેલ જીવલેણ હુમલા અંગેની જાણ ગામના જાગૃત નાગરીક દ્વારા ઉચ્છલ સામાજિક વનીકરણ વિભાગને કરવામાં આવતા જવાબદાર અધિકારી નેહાબેન ચૌધરીએ પાંજરાંની ગોઠવણ કરાવી હતી. પાંજરામાં મારણ મુકી વન્યપ્રાણી પાંજરે પુરાઇ તેની ગ્રામજનો કાગડોળે રાહ જોતા રહ્યા હતા. જેથી વહેલી સવારે મારણની લાલચમાં દીપડી પાંજરે પુરાતા જે અંગેની જાણ થતા જ વનકર્મચારીઓ જુના આમોદા ખાતે પહોંચી દીપડીને લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250