ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનોને ૧૦૦ કલાકની અંદર આવા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કરેલા આદેશના પગલે નાયબ પોલીસ અધિક્ષક બારડોલી ડિવિઝન હેઠળ આવા ૬૩ ગુનેગારોનુ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના બારડોલી ડી.વાય.એસ.પી. ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં ૬૩ જેટલા લીસ્ટેડ ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે. તેમાં ખંડણીખોરો, બુટલેગરો, ખનીજ ચોરો,ગેરકાયદેસર બાંધકામ કરનારા, સરકારી જમીન ઉપર દબાણ કરનારા, ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવનારા, બેંક એકાઉન્ટ મારફતે નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદે કૃત્ય કરનારા, દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમા પકડાયેવલા હોય તો જામીન રદ કરવા, ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તેવા લોકો, તડીપાર થયેલા ગુનેગારોનો લીસ્ટમાં સમાવેશ કરાયો છે. આગામી દિવસમાં પોલીસ, પાલિકા તંત્ર અને મહેસુલી તંત્ર તેમજ વીજ કંપની તંત્ર સાથે રહીને આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248