Explore

Search

December 30, 2025 10:32 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ગમખ્વાર અકસ્માત : ટ્રકે પૌત્ર-પૌત્રીની નજર સામે તેમના દાદાને કચડી નાંખ્યા

સોનગઢ નગરના દક્ષિણી ફળિયામાં સાંજે ઓવરલોડ ટ્રકમાં ચાલક અને ક્લીનર બેઠા હોવા છતાં ટ્રક બેકાબૂ બની રિવર્સ આવતા ૩ ટુ-વ્હીલર, બે કારનો કચ્ચરઘાણ કાઢી પૌત્ર-પૌત્રની નજર સામે જ દાદાને કચડી નાંખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સોનગઢના દક્ષિણી ફળિયામાં રવિવારે સાંજે એક દુકાનમાં અનાજ-લોટ વગેરે ખાલી કરવા માટે દાહોદથી (જીજે/૧૬/એયુ/૭૫૭૬) નંબરની ટ્રક આવી હતી. રવિવારની સાંજે લગભગ ૫ વાગ્યેની આસપાસ ભરચક વિસ્તારમાં ઊભેલી આ ટ્રક અચાનક ૧૦૦થી ૧૫૦ મીટર સુધી રિવર્સ આવી ત્રણ ટુ-વ્હીલર તેમજ બે કારોને અડફેટે લઈ કચ્ચણઘાણ કાઢી રસ્તાની સાઈડે ઊભેલા વૃદ્ધ ગુલાબભાઈ ચૌધરી (રહે.ઉખલદા ગામ,તા.સોનગઢ)ને તેના પૌત્ર-પૌત્રીની નજર સામે કચડી નાંખી એક દુકાનને અડીને આ કાળમુખી ટ્રક અટકી ગઈ હતી. ટ્રકમાં ચાલક અને ક્લીનર પણ બેસેલા હતા. ચાલક ટ્રકને કાબૂમાં કરી શક્યો ન હતો. અકસ્માત થતાં જ ટ્રકનો ચાલક અને ક્લીનર સ્થળ પરથી ભાગી ગયા હતા. ઉખલદા ગમના ગુલાબભાઈ ચૌધરી તેમના પૌત્ર અને પૌત્રી સાથે પનીર લેવા માટે ડેરી પાસે ઊભા હતા. તેઓ પૌત્ર-પૌત્રીને પનીર ખરીદવા પૈસા આપી રહ્યા હતા ત્યારે કાળમુખી ટ્રકે પૌત્ર-પૌત્રીની નજર સામે તેમના દાદાને કચડી નાંખ્યા હતા. દાદાના શરીરના બે ટુકડા થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવને લઇ ઘટના સ્થળે નગરજનો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 0 1
Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401