ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને કારણે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. સોશિયલ મીડિયાના ઉપયોગને લઇને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. કર્મચારીઓને લિંક કે કોઈ ડોક્યુમેન્ટ ડાઉનલોડ ન કરવા સૂચના અપાઈ છે. ઓફિશિયલ ડોક્યુમેન્ટ, આઈડી કાર્ડ પોસ્ટ ન કરવા પણ સૂચના અપાઈ છે.
પૂર્વ મંજૂરી વગર વિભાગનું પેજ ન બનાવવા સૂચના અપાઈ : રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં સરકારી કર્મચારીઓને ઈન્ટરનલ મીટિંગૉના ફોટા પોસ્ટ ન કરવા સૂચના અપાઈ છે. વોટ્સએપ પર કંટેન્ટ ફોરવર્ડ કરતા પહેલા ખરાઈ કરવી જરૂરી છે. પૂર્વ મંજૂરી વગર વિભાગનું પેજ ન બનાવવા સૂચના અપાઈ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવે તમામ વિભાગોના વડાઓને પત્ર પાઠવવામાં આવ્યો છે.
તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ : પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241