ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો છે. વર્તમાન સ્થિતિમાં સંગ્રહખોરી કરનારા લોકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. લોકોને ખોટી અફવાઓથી ડરીને કરિયાણું અને પેટ્રોલ ડીઝલની બેફામ ખરીદી નહીં કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ સંદિગ્ધ વસ્તુ બાબતે પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બંને દેશો વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં લોકો ખોટી અફવાઓથી ડરીને કરીયાણું અને ઈંધણની બેફામ ખરીદી કરતા હોય છે. ત્યારે લોકોને આ પ્રકારની ખોટી અફવાઓના ડરથી બેફામ ખરીદી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ સંદિગ્ધ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે.રાજ્યમાં કરિયાણા અને ઈંધણ સહિતની રોજિંદી ચીજ વસ્તુઓના ડીલરોને રોજીંદા સ્ટોકની માહિતી આપવા આદેશ કરાયો છે. તે ઉપરાંત લોકેશન, સ્ટોરેજ તથા ડિસ્ટ્રીબ્યુશનની માહિતી આપવા પણ આદેશ કરાયો છે. બીજી તરફ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા માટે પણ અપીલ કરાઈ છે. આવી સ્થિતિમાં લોકોએ બેફામ ખરીદી કરતાં રોકાવું જોઈએ તેવી પણ અપીલ કરાઈ છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243