અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા જનજીવનને અસર થઈ છે અને ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. અહીં ભારે વરસાદના કારણે 21 જણાના મોત નોંધાયા છે જ્યારે લગભગ 45 જેટલા પશુઓ પણ માર્યા ગયા છે. જોકે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દરમિયાન કમોસમી વરસાદને લીધે વૃક્ષો ધરાશાયી થતા, વિજળી પડતા અને અન્ય કારણોસર 21 જણ મૃત્યુ પામ્યા હોવાનું અહેવાલો જણાવે છે.
દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા ચક્રવાતી દબાણને કારણે હવામાન વિભાગે 11 મે સુધી રાજ્યમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. જેમાં આવનારા ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમુક ઠેકાણે ઝાંપટા જ્યારે અરવલ્લી, બનાસકાંઠા ને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ સંભાવના છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243