રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં બરાબર 12 વાગ્યે, ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની ઉજવણીન આરંભ થયો હતો. ભગવાન રામનાં લલાટ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. જન્મોત્સવની દિવ્ય ઉજવણીનાં સહભાગી થવા માટે દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા અયોધ્યા પહોંચ્યા છે.
આ અલૌકિક ક્ષણમાં ભગવાનના પ્રાગટ્યની આરતી કરવામાં આવી હતી. રામ મંદિરમાં મહાઆરતીની સાથે ભગવાનને સૂર્ય કિરણોથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો. રામ મંદિરમાં સૂર્ય તિલકની તૈયારીઓ માટે ઇસરો અને સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોની એક ટીમે અહીં કેમ્પ કર્યો હતો.આજે ચૈત્ર મહિનાની નવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આજે રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તેનો અનેરી રોનક છે અને ભગવાન રામના જન્મોત્સવનાં સાક્ષી બનવા માટે અને તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને પુષ્પો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ અને રામ મંદિરના મુખ્ય દ્વારને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243