વાલોડનાં બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાં બોરડીનાં ઝાડ નીચે એક ઈસમ આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર પૈસાવતી હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો ગત તારીખ ૦૯/૧૦/૨૦૨૪નાં રોજ બાજીપુરા બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાં બોરડીનાં ઝાડ નીચે દિલીપભાઈ બાબુભાઈ રાઠોડ ઝાડ નીચે ઉભો રહી ગામમાં આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો વડે પૈસાવતી હારજીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી જુગાર રમી રમાડતા જુગારીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી તમામ જુગારીઓની અંગઝડતી કરતા મળી આવેલ રોકડ રૂપિયા ૧૬,૪૦૦/-, ચાર નંગ મોબાઈલ, એક મોટરસાઈકલ, જુગારની કાપલીઓ, પેન અને લાકડાનું પાટિયું મળી કુલ રૂપિયા ૪૬,૪૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પકડાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાડ નીચે જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ…
૧. દિલીપ બાબુભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ),
૨.અંગેશ ભીખુભાઈ ઔડ (રહે.વેડછી ગામ, સાતવલ્લા ફળિયું, વાલોડ),
૩.પરેશ જેન્તીભાઈ ઢીમ્મર (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ),
૪.ભીખા સુરેશભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ),
૫.ઈશ્વર માંગતીયાભાઈ કોંકણી (રહે.દેગામા ગામ, કોંકણવાડ ફળિયું, વાલોડ) અને
૬.વોન્ટેડ સોહેલ જાકિર અંસારી (રહે.વાલોડ).




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410