તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા અને વ્યારાનાં ટીચકપુરા બાયપાસ હાઈવે રોડ ઉપર આવી મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો ચેક કરતા હતા. તે દરમિયાન સોનગઢ તરફથી એક મેટાલીક ગ્રે ઈનોવા કાર આવતા જેને રોકી ચેક કરતા જેમાં એક મહિલા તથા ત્રણ પુરૂષો હતા.
જોકે ઈનોવા કારની ડીકીમાં ચેક કરતા જેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે પાસ પરમીટ મુદ્દે ચાર અલગ-અલગ પાસ પરમીટ આરોપીઓએ રજુ કરતા જેની ખાત્રી કરતા ખોટી પરમીટ હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપી પાસેથી દારૂ બોટલ નંગ ૪૫૭ રૂપિયા ૬૩,૩૦૯/- તથા કાર રૂપિયા ૩ લાખ મળી કુલ રૂપિયા ૩,૬૩,૩૦૯/-નાં મુદ્દામાલ સાથે દેવકુમાર કમલેશભાઈ પટેલ, ખંડુભાઈ છોટુભાઈ પટેલ, શિવાની હેમંતકુમાર પટેલ અને રાજકુમાર જયેશકુમાર પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243