Explore

Search

December 27, 2025 11:47 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

જામકી ગામની સીમમાં કન્ટેનર અડફેટે બાઈક સવાર પિતા-પુત્ર ઈજાગ્રસ્ત, એક બાળકીનું મોત

ઉચ્છલનાં જામકી ગામની સીમમાં તાપી હોટલની પાસે પસાર થતાં સોનગઢથી નવાપુર જતાં નેશનલ હાઈવે પર કન્ટેનરના ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા, જયારે 13 વર્ષીય બાળકીનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, નિઝરના હથનુર ગામનાં ચર્ચ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ ભાંગાભાઈ વળવી અને તેમનો 13 વર્ષીય છોકરો તારીખ 12/03/2025 નારોજ સોહામ તથા નિહા ઉર્ફે નેહાબેન અશ્વિનભાઈ પાડવી (ઉ.વ.13) નાઓ જીતેન્દ્રભાઈની બાઈક નંબર GJ/26/L/4165ને લઈ ઉચ્છલના જામકી ગામની સીમમાં તાપી હોટલની પાસે પસાર થતાં સોનગઢથી નવાપુર જતાં નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા. તે સમયે હરિયાણા પાસીંગ કન્ટેનરનો ચાલક જેના નામ ઠામની ખબર નથી તેને પોતાના કબ્જાનું કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જીતેન્દ્રભાઈબી બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં જીતેન્દ્રભાઈને જમણા હાથે તથા કમરના ભાગે ઈજા પહોંચી હતી તથા સોહમને માથાનાં આગળનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ નિહા ઉર્ફે નેહા અશ્વિનભાઈ પાડવીને માથાના ભાગે, ચહેરાના ભાગે અને જમણા હાથે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે જીતેન્દ્રભાઈ વળવીએ તારીખ 21/03/2025 નારોજ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 8
Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248