Explore

Search

May 5, 2026 4:56 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તંત્રની મીઠી નજર હેઠળ ‘શિક્ષણ માફિયા’ બેફામ: વ્યારાની શાળાઓમાં વેકેશનના નામે વ્યાપાર!

જ્યારે આખું રાજ્ય ઉનાળાના વેકેશનમાં ગરમીથી બચવા ઘરોમાં કેદ છે, ત્યારે વ્યારાની કેટલીક શાળાઓ શિક્ષણના નામે વ્યાપાર ચલાવી રહી હોવાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ વિભાગના નિયમોને ઘોળીને પી જતી આ શાળાઓ સામે જાગૃત નાગરિકોએ હવે આરપારની લડાઈ શરૂ કરી છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં METAS Adventist International School (ટીચકપુરા) નું નામ ખાસ ઉછળ્યું છે. આક્ષેપ છે કે આ શાળા સહિત વ્યારાની અનેક સંસ્થાઓ સરકારી કેલેન્ડરના લીરેલીરા ઉડાડી રહી છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પણ બાળકોને ફરજિયાત શાળાએ બોલાવી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે વેકેશન દરમિયાન ગેરકાયદેસર શૈક્ષણિક કાર્યની સાથે સાથે શાળાઓમાં જ ચોપડા અને યુનિફોર્મનું વિતરણ કરીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. શું આ શાળાઓ કાયદાથી ઉપર છે? એવો પ્રશ્ન અત્યારે વ્યારાના વાલીઓમાં ચર્ચાઈ રહ્યો છે. બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ફરજિયાત મે વેકેશનને શાળાઓ ઘોળીને પી ગઈ છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોના રજાના હક્ક પર પણ તરાપ મારવામાં આવી રહી છે.અરજદારે શિક્ષણ મંત્રીને કરેલી કાયદાકીય રજૂઆતમાં ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે આ શાળાઓ સામે તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો ઉગ્ર કાયદાકીય લડત આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટરને પણ આ બાબતે પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.હવે જોવાનું એ રહે છે કે, શિક્ષણ વિભાગ આ ‘શિક્ષણના વેપારીઓ’ સામે લાલ આંખ કરે છે કે પછી બાળકોના આરોગ્યને જોખમમાં મૂકતી આ પ્રથા ચાલુ જ રહે છે?

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 4 7
Users Today : 3
Users Last 30 days : 263
Total Users : 14047