સોનગઢ નગરમાં આવેલ શિવમ ગેસ્ટ હાઉસનાં કમ્પાઉન્ડમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦ની કિંમતની ઈકો ફોર વ્હીલને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ સોનગઢ પોલીસ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, અમદાબાદ શહેરનાં ઘોડાસર વિસ્તારનાં ચંદ્રલોક બંગ્લોઝ, સ્મુતી મંદિરની સામે રહેતા રાજેશભાઈ શ્રીનારાયણભાઈ ઝા નાંઓ છેલ્લા ૨૨ વર્ષથી સંસ્કાર એન્જીનિયર્સ નામની એન્જિન ચલાવે છે અને સરકારી એકમોમાં લેવાતા જનરેટરો રીપેરીંગ અને મેન્ડેનેન્સનાં કામ સંભાળે છે જેથી ગત તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે આવેલ સરકારી દવાખાનમાં ઉપયોગમાં લેવાતો જનરેટરોનાં રીપેરીંગ તથા જનરેટરો કામ માટે આવ્યા હતા તેમજ કામ પૂર્ણ થતાં રાજેશભાઈ ઝા અને તેમની સાથેના જયેશભાઈ રામવિનયભાઈ ચૌધરીની સાથે તારીખ ૧૩/૦૯/૨૦૨૪નાં રોજ સોનગઢ ખાતે આવેલ શિવમ ગેસ્ટ હાઉસમાં એક દિવસ માટે રોકાયા હતા. તે સમયે તેમને મારૂતિ સુઝુકીની ઈકો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૨૭/ડીબી/૦૫૩૯ને ગેસ્ટ હાઉસનાં કમ્પાઉન્ડમાં લોક કરી પાર્ક કરી હતી. જોકે સવારે ઉઠીને જોતા પાર્ક કરેલ ફોર વ્હીલ ગાડી જોવા નહિ મળતા કોઈ અજાણ્યો ચોર ૨,૫૦,૦૦૦/-નું વાહન ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે રાજેશભાઈ ઝાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412