કેમ છો મિત્રો…સપ્ટેમ્બર માસની શરૂઆતમાં મેઘરાજા એ તાપી જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં ભારે બેટિંગ કરતાં અનેક ગામડામાં તારાજી જોવા મળી હતી.કેટલાંય ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો છે ત્યારે એમને સરકારી રાહત ઝડપથી પહોંચાડવામાં આવે એ જરૂરી છે.
તાપી જિલ્લામાં સોનગઢ,વ્યારા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો.વ્યારા અને સોનગઢ શહેરમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં અને ઘરવખરી ને મોટું નુકસાન થયું હતું પણ આપણે નસીબદાર રહ્યાં છે કે તાજેતરમાં તાપી જિલ્લામાં આવેલા વરસાદી પુર ના કારણે કોઈ જાનહાની થઈ નથી.તાપી જિલ્લાની સાથોસાથ બાજુમાં ડાંગ જિલ્લામાં પણ દેમાર વરસાદ નોંધાતા જિલ્લા માંથી પસાર થતી તમામ નદીઓના રોદ્ર સ્વરૂપ જોવા મળ્યાં હતાં.
ખાસ કરી ને વાલોડ અને ડોલવણ તાલુકામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા છે અને ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો ને તો આ વર્ષ આખું જ બગડે તેવો ઘાટ ઉભો થયો છે.આ વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા લોકો અને ખેડૂતો ને સરકારી નિયમોનુસાર સમયસર યોગ્ય વળતર મળવું જોઈએ.જિલ્લામાં હમણાં સુધી લગભગ સરેરાશ સવાસો ટકા વરસાદ નોંધાયો છે અને તમામ તાલુકામાં પણ ગત વર્ષ કરતાં વરસાદનું પ્રમાણ વધ્યું છે.
ગત સપ્તાહમાં હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં ત્યારે હાઈવેની હાઈટ બાબતે કાચું કપાયું હોવાનો ગણગણાટ : હવે વાત નેશનલ હાઈવેની ગત સપ્તાહમાં વ્યારામાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી ફરી વળ્યાં હતાં.એ સાથે સાથે વ્યારા નગરના દૂર થી પસાર થતા નેશનલ હાઇવેના બાયપાસ રોડ પર પણ પાણી ભરાતાં હાઇવે ને થોડી વાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી.આ વાત ને કારણે હાઇવે ઓથોરિટીની બેદરકારી પણ બહાર આવી છે.આ નેશનલ હાઇવે જ્યારે ફોર લેન બનાવવાનું કામ શરૂ થયું હતું ત્યારે હાઇવે પર જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય એવા સ્થળ પર હાઇવે ને ઊંચાઈ પરથી પસાર કરવું જરૂરી ગણાય છે અને એ મૂજબ જ હાઇવેની ડિઝાઇન બનાવવામાં આવે છે.
જોકે વ્યારા બાયપાસ ભરાયેલાં પાણીના કારણે હાઇવે ઓથોરિટીની હાઇટ અને ડિઝાઇન બાબતની બેદરકારી બહાર આવી છે અને કાચું કપાયું છે.એ સાથે જ નેશનલ હાઇવે પર ઠેઠ બાજીપૂરા થી ઉચ્છલ સુધી ઠેર ઠેર ઊંડા ખાડાઓ પડી ગયા છે એ પૂરવાનું મુહૂર્ત ક્યારે નીકળશે એની રાહ વાહન ચાલકો જોઈ રહ્યા છે.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237