Explore

Search

February 14, 2026 1:36 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારાનાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત નિપજ્યું

વ્યારા તાલુકાનાં મદાવ ગામમાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં પટકાયેલ યુવક અને યુવતી પૈકી બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં બોરકુવા ગામનાં ડુંગરી ફળીયાનાં રહીશ પ્રિયંશકુમાર સતિષભાઈ ગામીત (ઉ.વ.૨૦) અને તેની સાથે ખુશી કિરણભાઈ ચૌધરી (ઉ.વ.૧૮) સાથે મિત્ર મુકેશભાઈ કાંતિલાલ ગામીત (રહે.ચકવાણ)ની એમ.ટી. યામાહા બાઈક લઇને સરૈયાથી વ્યારા તરફ ગત તારીખ ૧૫/૧૧/૨૪નાં રોજ જઈ રહ્યા હતા. તે દરમિયાન મદાવ ગામે મીંઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં યુવક અને યુવતી રોડ પર પટકાયા હતા. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ પ્રિયંશકુમાર અને ખુશીબેનને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરત નવી સીવીલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમિયાન પ્રિયંશકુમારનું મોત નિપજયું હતું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 8
Users Today : 2
Users Last 30 days : 1151
Total Users : 13108