વાંસકુઇ-વડકુઇ-ઉમરકુવા-નાનીચેર રસ્તા પરની લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને ‘માઇનોર બ્રિજ’ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોવાથી આવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી તેથી રસ્તાને ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ હાલના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે (૧) નાનીચેર ઉમરકુવા રોડ (ગ્રા.માર્ગ (૨)જામણકુવા-રતનીયા-નાનીચેર-મોટીચેર-ઉંચામાળા રોડ (મુ.જી.મા.) રસ્તાને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આગામી તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411