હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક યુદ્ધ સંબંધી પોસ્ટ કરનારા સામે સખત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં યુદ્ધ સંબંધી વાંધાજનક પોસ્ટ મુકનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાઘવ બ્રાસના વેપારી મનિષ ડાંગરિયાએ સોશિયલ મીડિયામાં યુદ્ધ સંબંધી પોસ્ટ મુકતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં યુદ્ધ સંબંધી વાંધાજનક પોસ્ટ કરનારા લોકો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારની પોસ્ટ મુકનારા લોકો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ત્યારે જામનગર શહેરના દરેડ વિસ્તારમાં આવેલા રાઘવ બ્રાસના વેપારી મનીષ વલ્લભભાઈ ડાંગરિયાએ યુદ્ધની સ્થિતિ પર વાંધા જનક પોસ્ટ મુકતા પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243