તાપી જિલ્લાનાં નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી તાપી નદિનાં પુલ પરથી તેમજ નાના પુલિયા પરથી અવારનવાર અજાણ્યા ઇસમો પાણીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે. જેથી પો.ઈ., વી.કે.પટેલ નિઝર પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારનાં તાપી નદી ઉપરનાં કાવઠા બ્રિજ તથા હથોડા બ્રિજ તેમજ નાના પુલીયા ઉપર પોલીસ/જી.આર.ડી.ના પોઇન્ટ ગોઠવી સતત પેટ્રોલીંગ રાખી આવા અજાણ્યા ઇસમો પાણીમાં છલાંગ લગાવતા અટકાવી શકાય.
જે સુચના આધારે તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ આશરે સાંજના સાડા આઠેક વાગ્યાના સમયે મહારાષ્ટ્ર રાજ્યનાં તળોદા તાલુકાનાં આમલાડ ગામનો કૈલાશભાઈ એકનાથભાઇ કોળી (ઉ.વ.૨૫)નાઓ પીશાવર ગામ પાસે આવેલ પુલીયા ઉપર કોઇ અંગત કારણસર આત્મહત્યા કરવા આવેલ હતો જેથી ત્યાં હાજર નિઝર પોલીસ સ્ટેશનનાં GRD જિજ્ઞેશભાઈ બબનભાઇ પાનપાટીલ અને GRD વિલાસભાઇ દિલીપભાઇ સાવરે નાઓ પુલ ઉપર તાત્કાલીક પહોંચી ગયા હતા અને યુવકને પુલ પરથી પાણીમાં કુદવા જતા બચાવી લઇ પિશાવર ચોકી ઉપર લાવ્યા હતા અને આ બાબતે પી.આઈ., વી.કે.પટેલ નિઝર પોલીસ સ્ટેશન નાઓને જાણ કરતા પી.આઈ.નાઓ તાત્કાલીક પિશાવર ચોકી ઉપર પહોંચી આત્મહત્યા કરવા આવેલ યુવકને સમજાવી તેના પરીવારને સોપ્યો હતો અને યુવકને આત્મહત્યા કરતા બચાવી લઇ બંને GRD જવાનોની સરાહનીય કામગીરી કરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412