તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરશ્રીએ લાભાર્થીઓ સુધી સમયસર અનાજ પહોંચે તેવા સૂચનો કર્યા હતા.
બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જુલાઈ–૨૦૨૫ દરમ્યાન જિલ્લામાં કુલ વિતરણ પૈકી ૧૦૦ ટકા વિતરણ આધાર આધારિત કરવામાં આવ્યું છે.આ સાથે જિલ્લા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ માહે જુલાઈ માં ૯૭.૯૩ ટકા અને ઓગસ્ટ માસમાં ૯૭.૪૮ ટકા જિલ્લાની તમામ વાજબીની દુકાન ખાતે થી અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.બેઠક માં eKYC, ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાની અમલવારી,છેલ્લે ત્રણ માસમાં એનએફએસએ હેઠળ નવા સમાવેશ રેશન કાર્ડ, રેશન દુકાનોની તપાસ તથા પારદર્શક વિતરણ અંગે ચર્ચા થઈ હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા,પુરવઠા અધિકારી શ્રી સાગર મોવાલિયા સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241