બનાસકાંઠાના પાલનપુરમાં સેન્ટ્રલ GST ઓફિસનો CGST ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.CGST ઈન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બૈરવા 2 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.GST નંબર આપવા બાબતે પોઝિટિવ રિપોર્ટ કરવા આરોપી લાંચીયા CGST ઈન્સપેક્ટરે લાંચ માગી હતી. અરજદારના પિતાને GST નંબર આપવા બાબતને લઈને તેમના ઘરે જઈ સ્થળ વિઝીટ કરી તેના ફોટા પાડી લાંચ માગી હતી.
જોકે અરજદારે પાલનપુર ACBનો સંપર્ક સાધતાં ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા CGST ઈન્સ્પેક્ટરને રૂપિયા 2 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પાલનપુર ACBની ટીમે આરોપી CGST ઈન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બરૈયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અનેક જગ્યાએથી લાંચ લેતા પકડાયા છે. લાંચ લેવા માટે અધિકારીઓ અરજદારોના કામ અટકાવે છે અને ખોટા ખોટા ધક્કા ખવડાવીને હેરાન કરતા હોય છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243