Explore

Search

August 13, 2026 8:38 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારા-માંડવી હાઇવે પર કાર વચ્ચે અકસ્માત: એક જ પરિવારના ૪ સભ્યોને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ

વ્યારા થી માંડવી તરફ જતા હાઇવે રોડ પર ચીખલવાવ ગામના હેલીપેડ નજીક બે ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, સુરત જિલ્લાના વહેવલ ગામે રહેતા દિનેશભાઈ ગુલાબભાઈ પટેલ પોતાના પરિવાર સાથે સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૧/એએચ/ ૯૨૬૧ લઈને ઉંચામાળા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ચીખલવાવ ગામ નજીક સામેથી પૂરઝડપે અને રોંગ સાઇડે આવતી એક કિઆ કાર નંબર જીજે/૨૨/એચ/૬૬૯૦ ના ચાલક ચીમનભાઈ મણીલાલ ગામીતે (રહે. ચીમકુવા, સોનગઢ) તેમની કારને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં સ્વીફ્ટ કારમાં સવાર દિનેશભાઈ પટેલને છાતી અને ખભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે તેમની બહેન વિનતાબેનને ગાલ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ, આસ્થાબેનને હાથ-પગમાં ફ્રેક્ચર અને પત્ની જયાબેનને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાકરાપાર પોલીસે કિઆ કારના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 4
Users Today : 3
Users Last 30 days : 358
Total Users : 14844