ઉચ્છલનાં પાણીબારા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા દીપેશભાઈ સુપાભાઈ વળવી (ઉ.વ.૩૪)નો ખેતીકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૨૮/૧૧/૨૦૨૪ નાંરોજ દીપેશભાઈ તેમના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એમ/૦૦૪૧ને લઈ ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા. તે સમયે દીપેશભાઈની તબિયત સારી ના હતી જેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને દીપેશભાઈએ તેમની બાઈક હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી.
ત્યારબાદ તારીખ ૩૦/૧૧/૨૦૨૪ નાંરોજ હોસ્પિટલ બહાર ચાલવા નીકળ્યા હતા. તે દરમિયાન કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બાઈક જોવા મળી ના હતી જેથી દીપેશભાઈએ તેમની બાઈક આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ બાઈક મળી આવી ના હતી. તેમજ બાઈકને કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ છે જેનું સ્ટેરીંગ હેન્ડલનું લોક તોડી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દીપેશભાઈ વળવીએ તારીખ ૧૪/૧૨/૨૦૨૪ નાંરોજ બાઈક ચોરીની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધાવી હતી.




Users Today : 1
Users Last 30 days : 903
Total Users : 11407