વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધનડુંગરી ફળિયામાં દીપડાઓ શિકાર માટે આવતા હોવાની વન વિભાગને ફરિયાદ કરતાં વન વિભાગને એનજીઓ સાથે મળીને દીપડાના પગના પંજાનો સર્વે કરી ત્રણ દિવસ અગાઉ મરઘીના મારણ સાથે પાંજરું મુક્યું હતું.
તે દરમિયાન વહેલી સવારે પાંજરામાં મૂકેલી મરઘીનો શિકાર કરવા જતાં પાંચ વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમે દીપડી સાથે પાંજરૂ વાલોડ નર્સરી ઉપર લઈ જઈ રાત્રિના સમયે ગાઢ વન ક્ષેત્રમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest News




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404