Explore

Search

December 28, 2025 3:04 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ધરપકડ: કુકરમુંડામાં 80 હજારની ચોરીમાં 5 આરોપીઓ પકડાયા

કુકરમુંડાના ફૂલવાડી સુગર ફેકટરી પાછળ આવેલા કાચા રસ્તા પાસે 22 ડિસેમ્બરે એક વેપારી પાસેથી 80 હજાર રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા 5 આરોપીઓને કુકરમુંડા અને તાપી એલસીબીએ ઝડપી ચોરીમાં ગયેલા રોકડ રૂપિયા સહિત પકડાયેલા આરોપીઓ પાસેથી બાઈક સહિત કુલ રૂ.2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે.

ગત તા.22મી ડીસેમ્બર નારોજ કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામની સુગર ફેકટરી પાછળ આવેલ કાચા રસ્તા પાસે અનીલભાઇ શ્રીચંદ માખીજા રહે નંદુરબાર(મહારાષ્ટ) વાળા ઉભા રહી સાઈડમા જતા કોઇ અજાણ્યા ઇસમો ફરીયાદી પાસેના ઇલેકટ્રીકલ સર-સામાનના ઉધરાણીના રૂપિયા આશરે 80 હજાર કે, જે એક કાપડની બેગમાં મોટર સાયકલ ઉપર ભરાવેલ હતી. જે કાપડની બેગ લઇ ફરાર થઈ ગયા હતા.બનાવે અંગે કુકરમુંડા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન આજરોજ એટલે તા.24મી ડીસેમ્બર નારોજ કુકરમુંડા પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ તાપીની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા જે દરમિયાન મળેલ બાતમીના આધારે કુકરમુંડાની આશ્રવા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં હતી. દરમિયાન પાકી બાતમીના બાઈક સવાર શખ્સને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ચોરીના ગુન્હા ને અંજામ આપનાર તેની સાથે બીજા ચાર આરોપીઓ હોવાની કુબુલાત કરી હતી.પોલીસ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડી તેમની પાસેથી બે મોટર સાઈકલ તથા ચોરીને લઈ ગયેલ મુદ્દામાલની રોકડ રૂપીયા સહિત કુલ રૂપિયા 2,37,150/- નો મુદ્દામાલ રીકવર કર્યા છે.

આરોપીઓના નામ

(1) નિલેશભાઇ લક્ષ્મણભાઇ પાડવી ઉ.વ.19 રહે,કરજકુંપા તા.જી.નંદુરબાર (મહા.)

(2) અર્જુનભાઇ વસંતભાઇ ઠાકરે ઉ.વ.25 રહે,કરજકુંપા તા.જી.નંદુરબાર (મહા.)

(3) દિલીપભાઇ ભરતભાઇ પાડવી ઉ.વ.43 રહે,આદિવાસી વસ્તી નલવેગામ, તા.જી.નંદુરબાર (મહા.)

(4) ઉમેશભાઇ ભદ્રેશભાઇ ગાવિત ઉ.વ.20 રહે,નલવેગામ, તા.જી.નંદુરબાર (મહા.)

(5) મંગલ ઉર્ફે પિંટ્યા શંકરભાઇ વળવી ઉ.વ.27 રહે,નલવેગામ, તા.જી. નંદુરબાર (મહા.)

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 5 0
Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250