ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણની વાર્ષિક સાધારણ સભા તાલુકાના ધાર્મિક સ્થળ ગુસ્માય માતાના મંદિરેના પરિસરમાં આવેલ હોલમાં રાખવામાં આવી હતી,આ બેઠકમાં ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને લેવાઈ હતી,બેઠકના વિષેશ ઊપસ્થિતમાં શ્રીઆદિવાસી ચૌધરી પરિવાર ટ્રસ્ટ ગુજરાત પ્રમુખશ્રી હર્ષદ ભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં ડોલવણ તાલુકાના તમામ ગામના ચૌધરી પરિવારના સરપંચ શ્રી,આગેવાનશ્રીઓતથા ભાઈ બહેનોએ ઊત્સાહભેર ભાગ લીધો હતો.
આ સાથે સિકલસેલ નિશુલ્ક નિદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ,સભામાં ડો.જ્યોતિષ ભાઈ ચૌધરી જે બારડોલી સિકલસેલ એનિમિયા હોસ્પિટલના હેડ છે જેમણે સમાજને સિકલસેલના લગતા ખુબ જ સરસ જાણવા જોગ પ્રવચન આપ્યુ તથા ડોલવણ તાલુકાના ૩૦૦ જેટલા દરદીઓને નિઃશુલ્ક સારવાર નિદાન કરવાની ઘોસણા કરી તથા ભારત સરકારને સિકલસેલના દદ્દીઓને સારવારની મા અમ્રુતમ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે અવી હાકલ કરી છે,આ બેઠક પુર્ણ થયે ભોજન બાદ ૨ : ૦૦ કલાકે બપોરે ફરી યથાવત સ્થળે શ્રી આદિવાસી ચૌધરી પરિવાર ટ્રસ્ટ ની બેઠક કરવામાં આવી આ બેઠક સમસ્ત ગુજરાતના તમામ તાલુકા જ્યાં ચૌધરી પરિવાર વસવાટ કરે છે તેવા તમામ તાલુકાના અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા તથા ટ્રસ્ટના તમામ કમિટીના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા,
જેમા દક્ષિણ ગુજરાતના દશ જેટલા તાલુકા જેવા કે વાલિયા,માંગરોળ,માંડવી,સોનગઢ,વ્યારા,ડોલવણ,મહુવા,વાલોડ,બારડોલી તથા સુરત જેવા તાલુકાથી ખુબ જ કર્મસ્ઠ તથા સદાય સમાજ માટે સેવાકાર્યમાં તત્પર આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન અધ્યક્ષસ્થાનેથી સમાજના તમામ કમિટીના સભ્યશ્રીઓને આવનારા દિવસોમાં સમાજને શિક્ષણ ક્ષેત્રમાં આગળ ધપાવવા તથા આરોગ્યક્ષેત્રે ચૌધરી સમાજના ડોક્ટરોનો સહકાર લઈ નિશુલ્ક રોગ નિદાન કેમ્પનુ આયોજન કરી સેવાકીય કાર્ય હાથ ધરવાનુ સુચન કર્યુ તેમજ આવનારી બેઠક દરમ્યાન સમાજ હિત માટે મોટુ ભંડોળ ભેગુ થાય તેવા હેતુલક્ષી ધ્યેયને ધ્યાને રાખીને સંકલ્પ કરી બેઠક પુર્ણ કરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412