આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડ ખાતે કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તમામ કચેરીમાં આવતા ધારાસભ્યો અને સાંસદસભ્ય સહીત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.તમામ કચેરીઓને ફરજિયાત ઇ-સરકારની અમલવારી કરવા સુચન કર્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી આર. આર. બોરડે એજન્ડા મુજબ વિવિધ વિભાગોના શાખા અધિકારીઓએ સમય સમયસર સરકારી વસુલાતો કરવી,નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું.તથા સમાચાર પત્રોમાં આવતા નેગેટીવ ન્યુઝને ખાસ ધ્યાને લઇ જરૂરી સમયસર કાર્યવાહી કરવા ખાસ સુચના આપી હતી.વધુમાં ધારાસભ્યશ્રીઓના એમના પ્રશ્નોના જવાબ સમયસર મળી જાય તેમજ જરૂર જણાયે વચગાળાના જવાબો કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.આ સાથે નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સંકલન સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, સનદી અધિકારી સુશ્રી રિતિકા આઇમા,નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સાહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241