વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે તા.6 ફેબ્રુઆરીએ સાંજે અંદાજે 6.00 થી 6.30 કલાકે વચ્ચે 10 થી 15 વચ્ચે ફૂટ ઊંડા બોરવેલમાં એક બહેન પડી ગયેલ અંગે મામલતદારશ્રી વ્યારાને મેસેજ મળેલ અને ત્યાર બાદ તેઓ મારફતે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મેસેજ આપેલ.મામલતદારશ્રી વ્યારા દ્વારા તાત્કાલિક નગરપાલિકા વ્યારા ફાયર ટીમને ઘટના સ્થળે પહોંચાડી ઘટના સ્થળે રૂબરૂ હાજર રહી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધા 70 થી 80 ફૂટ ઊંડા બોરવેલમાં 15 ફૂટ પર ફસાય ગયેલને ફાયર વિભાગના 04 જવાનો દ્વારા રેસ્ક્યુ વાહનના સંશાધનો અને JCB ની સહાય થકી અંદાજે દોઢ કલાકની ભારે જહમત બાદ વૃદ્ધને સહી સલામત બહાર કાઢવામાં આવેલ અને 108માં આરોગ્ય વિભાગના હાજર મેડિકલ ઓફિસર દ્વારા પ્રાથમિક સારવાર આપતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ. અને સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તબીબીઓએ જરૂરી તપાસ કરતા આ વૃદ્ધની તબિયત હાલ નોર્મલ છે.સદર બનાવમાં માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ વહીવટીતંત્ર વતી વ્યારા મામલતદારશ્રી,જિલ્લા પ્રોજેકટ અધિકારી_ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર, મેડિકલ ઓફિસર/ટીમ અને 108 એમ્બ્યુલન્સ ટીમ હાજર રહી રેસ્ક્યુ ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243