વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર બાજીપુરાથી બોરખડી ગામ તરફ જતા રસ્તાનાં ઓવર બ્રીજ ઉપર બાઈક ચાલકે પુરઝડપે પોતાની બાઈક હંકારી ટેમ્પો પાછળ અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો, જોકે આં અકસ્માતમાં બાઈક પર સવાર બંને જણાની ઈજા પહોંચી હતી.
બનાવ અંગે પોલીસે ગુનો તપસ્સ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલીનાં ઉતારા ગામનાં નવું ફળિયામાં રહેતો રાજેશ ઈશ્વરભાઈ હળપતિ (ઉ.વ.૧૯) અને તેઓ મિત્ર યશ સતિષભાઈ હળપતિ (ઉ.વ.૧૭, રહે.ઉતારા ગામ, બારડોલી)ની સાથે તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ હોન્ડા કંપનીની સાઇન મોટરસાયકલ નંબર GJ/19/AQ/4598 લઈને ઉતારા ગામેથી વ્યારા જતા હતા. ત્યારે સાંજના સમયે બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર બાજીપુરાથી બોરખડી ગામ તરફ જતા રસ્તાનાં ઓવર બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રાજેશે પોતાના કબ્જાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતા આઈસર ટેમ્પાની પાછળ અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં રાજેશને મોઢાના ભાગે અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે યશને જમણા હાથે અને ડાબા પગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે ગીરીશભાઈ બાલુભાઈ હળપતિ (રહે.ભવાની નગર, વાલોડ)નાંએ તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે બાઈક ચાલક રાજેશ હળપતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410