સોનગઢનાં જે.કે.ગેટનાં વ્યારા નવાપુર તરફ જતાં ટ્રેક ઉપર એક ફોર વ્હીલ ઈકો ગાડીનાં ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને સામેથી ટક્કર મારતાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં તરસાડી ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા રાજેશભાઈ રણછોડભાઈ ગામીત નાંઓ ગત તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૧૯/કયુ/૯૫૨૧ને લઈ જે.કે.ગેટનાં વ્યારા નવાપુર તરફ જતાં ટ્રેક ઉપરથી પસાર થતાં હતા. તે સમયે સોનગઢ ધીરજ હોસ્પિટલ એક ફોર વ્હીલ ઈકો ગાડી નંબર જીજે/૨૨/એચ/૯૨૧૧નો ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચાલક રાજેશભાઈની બાઈકને ટક્કર મારી બાઈક ઉપરથી રોડ ઉપર પાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રાજેશભાઈને ડાબા પગના પંજાના ભાગે એડી ઉપર ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે બાઈક ચાલકે ફોર વ્હીલ ગાડીનાં ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.




Users Today : 2
Users Last 30 days : 904
Total Users : 11408