ડોલવણ : તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં બિલ પાસ કરવા માટે રૂપિયા ૧૨૦૦૦/-ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને એ.સી.બી.એ ઝડપી પાડયા હતા. ડોલવણ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીએ બિલ ઉપર સહી કરવા માટે લાંચની માંગણી કરી હતી.જે અંગે ફરિયાદ મળતાં એ.સી.બી.એ તારીખ ૦૭-૦૨-૨૦૨૫ નારોજ ટ્રેપ ગોઠવી ટીડીઓ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
એ.સી.બી. સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ, ડોલવણના તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાએ પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના ૨૦૨૧-૨૨ હેઠળ જાહેર શૌચાલયના તથા આપણો તાલુકો વાઇ બ્રન્ટ તાલુકો ૨૦૨૩-૨૪ યોજના હેઠળ પાણીના કામ કરાવ્યા હતા. જેના નાણાં રૂપિયા ૬,૦૦,૦૦૦/-નું બિલ પાસ કરવા માટે બિલમાં સહી કરવાના અવેજ પેટે રૂપિયા ૧૨૦૦૦/-ની માંગણી જાગૃત નાગરિક પાસે કરી હતી. સહી માટે નાણાંની માંગણી થતા જે અંગેની ફરિયાદ એ.સી.બી.ને કરવામાં આવી હતી. એ.સી.બી. એ તાલુકા પંચાયત કચેરીમાં લાંચના છટકાનું ગોઠવણ કરી હતી, આયોજન મુજબ ફરિયાદીએ લાંચની રકમ લઈ ટી.ડી.ઓ. પાસે ગયો હતો અને વાતચીત કરી લાંચની રકમ આપી હતી. જે લાંચ સ્વીકારતા ટી.ડી.ઓ. ઝડપાઈ ગયા હતા.




Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401