Explore

Search

May 5, 2026 4:56 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉચ્છલ-નિઝર હાઈવે પર મોટરસાયકલ સ્લિપ થતાં યુવકનું કરુણ મોત

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર ગવાણ ગામની સીમમાં રવિવારે બપોરે એક અકસ્માત સર્જાયો હતો. વડલી ગામનો 35 વર્ષીય યુવક પોતાની મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના વડલી ગામે રહેતો જીગ્નેશભાઈ સાકારામભાઈ વળવી (ઉ.વ.35 ) ગત રવિવારે બપોરે પોતાની મોટરસાયકલ નંબર GJ-22-B-8957 લઈને ઉચ્છલ જવા નીકળ્યો હતો. ગવાણ ગામના ટેકરા પાસે હાઈવે પર બાઈક અચાનક સ્લિપ થઈને રોડની સાઈડમાં ફેંકાઈ ગઈ હતી.અકસ્માત અંગે જાણ થતા પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકની માતા તનુબેન વળવીએ આ અંગે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 4 7
Users Today : 3
Users Last 30 days : 263
Total Users : 14047