Explore

Search

May 27, 2026 12:02 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

નિઝર નજીક રીક્ષા સાથે બાંધેલું દોરડું તૂટતાં બાઇક સવાર યુવકનું કરુણ મોત

નિઝર તાલુકાના વેલદા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રોડ પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અક્કલકુવા ગામના વસીમ શબ્બિર શેખ અને તેમના મિત્ર તાહીર અહેમદ અંસારી પોતાની મોટરસાયકલ નંબર જીજે/૧૬/સીઇ/૨૮૩૬ લઈને નંદુરબાર જઈ રહ્યા હતા. રસ્તામાં બાઇકનું પેટ્રોલ ખલાસ થઈ જતાં તેમણે એક અજાણ્યા પીયાગો રીક્ષા ચાલક પાસેથી દોરડું મેળવી બાઇકને રીક્ષા પાછળ બાંધી હતી.

રીક્ષા ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા અચાનક દોરડું તૂટી ગયું હતું.દોરડું તૂટવાના કારણે બાઇકનું બેલેન્સ બગડતાં બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તાહીર અહેમદને માથા તેમજ ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વસીમ શેખને સામાન્ય ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો રીક્ષા ચાલક વાહન સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 2 9 7
Users Today : 0
Users Last 30 days : 328
Total Users : 14297