ઉચ્છલની સગીરાને મહારાષ્ટ્રનો યુવક ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકામાં ગામીત પરિવારની ૧૨ ધોરણ સુધી ભણેલી સગીરાને યુવક ભગાડી ગયો હતો. તારીખ ૩૧-૧૨-૨૪ની રાત્રિએ પરિવાર સુઈ ગયો હતો. મળસ્કે માતા-પિતાએ સગીરવયની દિકરીને ઘરમાં ન જોતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ જાણ થઈ હતી કે, સગીરાને મહારાષ્ટ્રના ગોરખ ઉર્ફે દાદુ સુભાષ બાગુલ (રહે.નવાપાડા, તા.સાક્રી, જી.ધુલીયા) લલચાવી ફોસલાવી તથા લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો.
આરોપીના ઘરે અવારનવાર તપાસ કરવા છતાં જયાં પણ બંને જણ મળી આવતા ન હોવાથી આખરે પિતાએ તારીખ ૩૦-૧-૨૫ નારોજ ઉચ્છલ પોલીસ મથકે ગોરખ બાગુલ સામે તેમની સગીર દિકરીનું અપહરણ કરવા અંગે ફરીયાદ કરી છે. સગીરાનું અગાઉ પણ અપહરણ થયું હોય જે અંગેનો કોર્ટ કેસ ચાલુ હોવાથી તેમજ ફરીથી અપહરણ થતા સમાજમાં ઇજ્જત જવાને લીધે ફરિયાદ કરી ન હોવાની વ્યથા ફરિયાદમાં ઠાલવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243