Explore

Search

February 15, 2026 6:53 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સોનગઢ પોલીસ મથકનો પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વ્યારાના ઉનાઈ નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૬/૧૦/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઈ તથા એલ.સી.બી.નાં પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વ્યારાના ઉનાઈ નાકા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી જાહાગીર યાકુભાઈ મન્સૂરી (ઉ.વ.૪૨., રહે.છત્રપતિ શિવાજીનગર, લીંબાયત, ઉધના, સુરત., હાલ રહે.મચ્છી બજાર, ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 4
Users Today : 2
Users Last 30 days : 1147
Total Users : 13114