બારડોલી તાલુકાના વાંકાનેર ગામની પાસે વાનના ચાલકે બાઈકચાલક વાલોડના યુવાન જૈમિન મહેન્દ્રસિંહ ઠાકોરને ટક્કર સામેથી ટક્કર મારી ૫૦ મીટર ઘસડી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આ મોટરસાઇકલ ચાલક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. પોલીસે મારુતિ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો પ્રમાણે બારડોલીથી વાલોડ જતા રોડ પર વાંકાનેર ગામની હદમાં ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની સામે મારુતિ ઓમની વાનના ચાલકે સામેથી ટક્કર મારી મોટરસાઈકલના ચાલકને અડફેટે લઈ પચાસેક મીટર જેટલું ઘસડી ગયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક વાલોડના જૈમિન મહેન્દ્રસિંહ ઠાકોર નામના યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરનાર યુવાનના કાકા મહેન્દ્રસિંહ ગોવિંદભાઈ ધોડિયાએ બારડોલી પોલીસ મથકે મારુતિ ઓમની વાનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245