વ્યારાનાં ખટાર ફળિયામાંથી ઘરની પજારીનાં ભાગેથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાનાં ખટાર ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાલી જગ્યા પર પહોચ્યા હતા. જ્યાં એક ઈસમ હાજર મળી આવતાં પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સાવનભાઈ સુનીલભાઈ ચૌધરી (રહે.ખટાર ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સાવનભાઈને સાથે રાખી ઘરની આસપાસ તપાસ હાથ ધરતા ઘરની પજારીના ભાગેનથી બે પ્લાસ્ટિકના કોથળામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૫૬ નંગ નોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૧,૩૭૨ હતી.
જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ચોરવાડ ગામનો જયરાજ ઉર્ફે ટીકલો સંજયભાઈ ગામીતનાંએ પૂરો પાડ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ સાવનભાઈ ચૌધરી વિરુધ્દ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404