Explore

Search

December 30, 2025 10:27 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

બુહારી ગામના શખ્સે રૂપિયા ૧.૧૧ લાખ ગુમાવ્યા,કઈ રીતે ?

વાલોડના બુહારી ગામે શાકભાજીનું વેચાણ કરનાર શખ્સે બે કલાકમાં ઇન્વેસ્ટ કરેલ રકમ ત્રણ ગણી થઈ જશે તેવી લાલચમાં આવી જઈ રૂપિયા ૧.૧૧ લાખ ગુમાવી દીધા હતા જે અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વાલોડના બુહારી ગામના વાણીયાવાડમાં રહેતા વાસુદેવ જેટમલ દરોગા (મૂળ રહે.જૈતગઢ, તા.બદનોર, જિ.બ્યાવર, રાજસ્થાન) જેઓ શાકભાજીનું વેચાણ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જેમને ગત તારીખ ૨૭-૧૨-૨૦૨૫ નારોજ વોટ્સઅપ કોલ કરનાર કોઈ અજાણ્યો ઇસમે ટેલીગ્રામ એપ્લીકેશનમાં બે કલાકમાં ઇન્વેસ્ટ કરેલ રકમ ત્રણ ગણી થઈ જશે તેવી લોભામણી જાહેરાત આપી હતી જેથી લાલચમાં આવી લીંક શેર કરેલ જે લીંક ઉપર વાસુદેવએ કલીક કરતા વાસુદેવના વોટ્સઅપ ઉપર મેસેજ આવેલ જેમાં બે કલાકમાં રૂપિયા ૫,૦૦૦/-ના રૂપિયા ૨૦,૦૦૦/- પરત મળશે તેવો મેસેજ મોકલી વોટસએપ કોલથી અજાણ્યા ઇસમે વાત કરી તથા વોટસએપ ઉપર ચેટીંગ કરી વાસુદેવને વિશ્વાસમાં લઈ વાસુદેવ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને તથા જમા થયેલ પૈસા રીફંડ કરી આપવા તથા બેંકીંગ ચાર્જ, GST અને બીજા અલગ-અલગ ચાર્જ લાગશે તેવુ કહી અલગ-અલગ UPI IDમાં તારીખ ૨૭-૧૨-૨૦૨૪થી તારીખ ૩૦-૧૨-૨૦૨૪ દરમિયાન વાસુદેવ પાસેથી કૂલ રૂપિયા ૧,૧૧,૫૯૪/- ગુગલ પે તથા વોટ્સએપ એપ્લીકેશનથી ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે વાસુદેવ દરોગાએ છેતરપીંડી થયાની ફરિયાદ તારીખ ૦૮-૦૨-૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 0 1
Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401