વ્યારાનાં ઘેરીયાવાવ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનાં કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે દીપડો નજરે પડતા એક ખેડૂતનાં ખેતર નજીક મારણ સાથે વન વિભાગે પાંજરું મુકતા જેમાં દોઢ વર્ષનું દીપડાનું બચ્યું પાંજરે પુરાયું હતું. વન વિભાગની ટીમે પાંજરા સહીત બચ્ચાંને કરંજવેલ નર્સરી ખાતે લઇ ગયા હતા.
બનાવની વિગત એવી છે કે, વ્યારા તાલુકાનાં ઘેરિયાવાવ ગામે થોડા સમય પેહલા પશુપાલક દિનેશભાઈ પાનાજીભાઈ ગામીતને ત્યાં દીપડીએ વાછરડીનો શિકાર કર્યો હતો. હાલમાં પણ કેટલાક દિવસથી ગામમાં દીપડા રહેણાંક વિસ્તારમાં અવારનવાર નજરે પડતા પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યો હતો.જેને લઈને સરપંચ મનીષ ગામીતે ગામમાં દીપડાને પડવા પાંજરું મુકવા રજૂઆત કરી હતી, જેને પગલે મંગળવારે વ્યારા વન વિભાગના બાલપુર રેન્જ દ્વારા પારસી ફળિયામાં રહેતા પશુપાલક ચેતનભાઈ છગનભાઈ ગામીતના ઘરની પાછળ ઢોરના કોઢાર નજીક દીપડાને પકડવા માટે મરઘીના મારણ સાથે ઘેરિયાવાવમાં દીપડીનું બચ્ચું પાંજરે પુરાયું હતુ. પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન મોડી રાત્રે શિકારની શોધમાં નીકળેલું અંદાજે દોઢ વર્ષનું નર પ્રજાતિનું દીપડીનું બચ્ચું પાંજરામાં પુરાઈ ગયું હતું. તેની જાણ થતા સવારે ફોરેસ્ટર સ્ટાફ સાથે આવ્યા હતા અને પાંજરા સહીત બચ્ચાંને કરંજવેલ નર્સરી ખાતે લઇ ગયા હતા.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243