Explore

Search

December 30, 2025 8:40 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારાની યુવતીએ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવવા ભાવનગરનાં યુવકને 10 લાખ આપ્યા,ત્યારબાદ એવું તો શું બન્યું કે પોલીસ ફરિયાદ નોંધાવી

વ્યારાની યુવતી સાથે ભાવનગર જિલ્લાના યુવાને સગાઇ કરી તેણી સાથે શરીર સબંધ બાંધી લગ્ન કરવાના વચનો આપી તરછોડી દીધી હતી, એટલું જ નહી યુવકે અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતા આખરે આ મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે નિઝરની સરકારી કચેરીમાં ફરજ બજાવતી યુવતીએ 2022માં સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું હતું, તેણીની સને 2017માં સમાજના રીત રિવાજ મુજબ સમાજના આગેવાનોની હાજરીમાં પ્રકાશ ગોબરભાઈ ગોહેલ (રહે.બુધણા ગામ, તા.સિહોર, જી.ભાવનગર) સાથે સગાઈ થઇ હતી. સમાજમાં સગાઈ બાબતનું કોઇ લખાણ કરવામાં આવતું ન હતું. જોકે યુવક-યુવતિ સગાઈ બાદ એકબીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર કરતા હતા.

સગાઈ થઈ ત્યારે યુવક ગીર સોમનાથ જિલ્લામાં ઉના મામલતદાર ઓફિસમાં તલાટી-કમ-મંત્રી તરીકે નોકરી કરતો હતો,તે પછી સને 2019માં ગાંધીનગર ખાતે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માટે ગયો હતો. તે દરમિયાન ખર્ચા માટે વ્યારાની યુવતી પાસે પૈસાની માંગણી કરતો હતો, તે દરમિયાન યુવતીએ રૂ.4 લાખ ઓનલાઈન તથા રૂ.6 લાખ જેટલી રકમ રોકડમાં સને 2019થી 2022 સુધી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તા.17-08-2024 ના રોજ વ્યારા ખાતે ઘરે યુવતી એકલી હોય તે દરમિયાન ઘરે આવી પ્રકાશ ગોહેલે યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

યુવક લગ્નની કોઈ વાત ન કરતા યુવતીના વડીલો વ્યારાથી ભાવનગર જિલ્લામાં યુવકના ઘરે ગયા હતા, જેઓને યુવકના પિતાએ કહ્યું કે મને સમય આપો પછી હું મારા છોકરાને સમજાવીને તમને જાણ કરીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ કોઇ પ્રત્યુતર ન આવતા યુવતી તથા અન્ય સબંધીઓ યુવકને ત્યાં ગયા હતા. ત્યાં ઝઘડો કરી અમારા ઘરેથી જતા રહો નહીં તો નીકળવાનું ભારે પડશે તેમ કહ્યું હતું. પ્રકાશ ગોહેલે બીજી યુવતી સાથે સગાઇ કરી લીધી હતી.જોકે તા.16-02-2025ના રોજ લગ્ન કરવાના હોવાની જાણ થતાં યુવતીએ યુવક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 0 1
Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401