તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાનાં ટોકરવા ગામનાં સુભાષભાઈ ધુલજીભાઈ વસાવાને ગત તારીખ ૭/૧૨/૨૪નાં રોજ પોતાના ભાઈ રાજુભાઇ ધુલજીભાઈએ જણાવ્યું કે, આપણા પિતાની જંગલની જમીન પિતાએ મને ખેડી ખાવા માટે આપી છે, તે જંગલની જમીનનું ફોર્મ તું મારી જાણ બહાર કેમ ભરી આવ્યો છે, જો જમીનનું સનદ તારા એકલાના નામે નીકળશે તો હું તને જાનથી મારી નાંખીશ તેવું કહી ઝઘડો કરી ગાળાગાળી કરી ઢીક્કમુક્કીનો મારમારવા લાગ્યા હતા.
જોકે ઝઘડા દરમિયાન સુભાષભાઈને ડાબા કાન ઉપર ઈજા થઈ હતી. બનાવ અંગે રાજુભાઈ સામે ઉચ્છલ પોલીસ મથકે ઈજાગ્રસ્ત સુભાષભાઈએ ફરિયાદ કરી હતી.




Users Today : 2
Users Last 30 days : 904
Total Users : 11408