ઉચ્છલનાં ગાંધીનગર ગામનાં બ્રીજ ઉપર નેશનલ હાઈવે પર સુરતથી ધુલિયા જતાં રોડ ઉપર બાઈક સવાર દંપતિને અકસ્માત નડતા મહિલાનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉધનાનાં વિજયાનગરમાં રહેતા નાનાભાઈ સંતોષભાઈ પાટીલ અને તેમના પત્ની આશાબેન નાનાભાઈ પાટીલ નાંઓ તારીખ ૧૨/૧૦/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૦૫/પીવાય/૫૬૬૦ને ઉચ્છલ તાલુકાનાં ગાંધીનગર બ્રીજ નેશનલ હાઈવે નંબર ૫૩ પર સુરતથી ધુલિયા જતાં રોડ ઉપરથી પસાર થતાં હતા. તે સમયે નાનાભાઈએ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક રોડ ઉપર ખાડાઓ આવી જતા પાછળ બેસેલ તેમની પત્ની આશાબેન બાઈક ઉપરથી પડી જતાં તેમને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અરૂણભાઈ નાનાભાઈ પાટીલ નાઓએ અકસ્માત અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410