સોનગઢ તાલુકાનાં નિંદવાડા ગામે તાપી ફળિયામાં રહેતા સીંગાભાઈ મીરાભાઈ વસાવા ખેતી કરી પરિવારનું તથા પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે પિતા મીરાભાઈ વસાવા ગુજરી ગયા છે. પિતા મીરાભાઈ વસાવાની વડીલો પાર્જીત જમીન નિંદવાડા ગામમાં બ્લોક નં.૬૨ જેનો જુનો સર્વે નં.૫૨, ક્ષેત્રફળ ૨-૫૧-૨૪ વાળી જમીન આવી છે. જે જમીનમાં રેવન્યુ રેકર્ડ પર સિંગાભાઇ વસવાનું એકલાનું નામ ચાલે છે. સિંગાભાઈ વસાવા ૫ વર્ષની વયના હતા ત્યારે માતા-પિતાનું અવસાન થયું હતું. જેથી વર્ષ ૧૯૬૨ દરમિયાન ફળિયામાં રહેતા ઉબડાભાઈ રવિઆભાઈ વસાવાને સગીરના વાલી તરીકે નીમવામાં આવ્યા હતા, જેથી સિગાભાઈ સાથે તેઓની જમીનમાં જ ઉબડા વસાવા પણ રહેતા હતા અને ઉબડા વસાવાનો જમીન પર ભોગવતો ચાલતા તેઓ ખેતી કરતા આવ્યા હતા.
વર્ષ ૧૯૭૫ દરમિયાન સિંગા વસાવા પુખ્તવયનો થતા ઉબડા વસાવાનું નામ કમી કરવામાં આવ્યું હતું. ઉબડા વસાવાની જેમ તેઓના વારસદાર પુત્ર ભીમસિંગભાઇ વસાવા પણ તેઓની અડધા ભાગની જમીન પર ખેતી કરતા આવ્યા છે. તેઓ જમીનના કાયદેસરના હકદાર ન હોવા છતાં જમીન પર દબાણ કરી પચાવી પાડી હોવાથી સિંગા વસાવાએ જમીનનો કબ્જો સોપવા જણાવ્યું હતું. પરંતુ કબજો સોંપવાને બદલે ભીમસીંગ વસાવા ધાકધમકી આપતો હોય તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ સિંગા વસાવાએ અરજી કરી હતી. જેની તપાસ બાદ તાપી કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને મળેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિની બેઠકમાં સિંગા વસાવાની તરફેણમાં હુકમ થયો હતો અને ભીમસીંગ ઉબડાભાઈ વસાવા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા હુકમ થયો હતો.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252