વ્યારાનાં ઉંચામાળા ગામનાં અણુમાલા ટાઉનશીપમાં રહેતી સ્નેહા વિનોદભાઈ વાલ્મીકી (ઉ.વ.૨૦)નાં દાદા હરિકિશનભાઈએ તારીખ ૧૭/૦૯/૨૦૨૪નાં રોજ ચા બનાવવા માટે કહ્યું હતું. તે સમયે ઘરમાં દૂધ નહિ હોવાથી સ્નેહા લાવવા માટે પોતાના ભાઈને કહેતી હતી તેમ છતાં સ્નેહાનાં દાદા ચા બનાવવાની જીદ્દ કરતા હતા.
તે સમયે સ્નેહાએ પોતાના દાદાને કહ્યું કે દૂધ આવી જાય એટલે તમોને ચા બનાવી આપું છું તેમ કહેતા સ્નેહાની દાદી રામવતી હરિકિશનભાઈ વાલ્મીકી નાંનીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ સ્નેહા સાથે તથા સ્નેહાનાં ભાઈ સિદ્ધાર્થ સાથે ઝઘડો તકરાર કરી નાલાયક ગાળો આપી સ્નેહાનાં ડાબા હાથની પહેલી આંગળીને મચકોડી કાઢી ફેકચરની ઈજા કરી સ્નેહાનાં વાળ ખેંચી તેઓ ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સ્નેહા વાલ્મીકીએ તારીખ ૨૦/૦૯/૨૦૨૪નાં રોજ કાકરાપાર પોલીસ મથકે પોતાની દાદી રામવતી હરિકિશન વાલ્મીકી સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411