કામરેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય LCBના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ ૨૦૨૦ ના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કામરેજ ચાર રસ્તા પાસે આવેલ ‘ખેતલાઆપા’ ચાની દુકાન પર ઉભો છે.
બાતમીના આધારે સુરત ગ્રામ્ય LCBની ટીમે વોચ ગોઠવીને આરોપી જીગરભાઇ કવરભાઇ લુહાર (રહે.બાલાજીનગર, કડોદરા, મૂળ રહે.વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી જીગર લુહાર વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તે છેલ્લા છ વર્ષથી આ ગુનામાં પોલીસની પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. હાલમાં સુરત ગ્રામ્ય LCB દ્વારા આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.




Users Today : 109
Users Last 30 days : 315
Total Users : 14200