Explore

Search

December 27, 2025 9:54 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોલીસ જવાનોની વિવિધ ૨૩ ટુકડીના ૭૮૦ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી

તાપી જિલ્લામાં 76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થઈ હતી. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશની આંતરિક અને બ્રાહ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરતાં પોલીસ જવાનોના દિલધડક કરતબોની ઝાંખી નિહાળીને નાગરિકો મંત્રમુગ્ધ થયા હતાં. ત્યારે પોલીસ પરેડે પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

અદમ્ય ધીરજ, સાહસ અને વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા જવાનોએ પોતાના શૌર્ય અને સમર્પણને માર્ચ પાસ્ટના માધ્યમથી ઉજાગર કરી હતી. મુખ્યમંચ તરફ આગળ વધતી પ્લાટૂનમાં ચેતક કમાન્ડો ફોર્સ, મરીન કમાન્ડો, SRP જૂથ-૧૧ વાવ (સુરત), SRP જૂથ-૧૪ કલગામ પ્લાટૂન, રાજસ્થાન પોલીસ પ્લાટૂન, વલસાડ-નવસારી-ડાંગ-ભરૂચ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, સુરત શહેરી-ગ્રામ્ય અને તાપી જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, સુરત શહેર ટ્રાફિક પોલીસ, તાપી જિલ્લા હોમગાર્ડસ, તાપી ગ્રામ્ય રક્ષક દળ (GRD), તાપી જિલ્લાના એસપીસી, એનસીસી અને એનએસએસ કેડેટ્સ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળ અને SRP બ્રાસ બેન્ડ, પાઈપ બેન્ડ સહિત ૨૩ ટુકડીના ૭૮૦ જવાનોએ શિસ્ત, અનુસાશન, સહનશીલતા અને શ્રેષ્ઠતાએ નાગરિકોને પ્રેરિત કર્યાં હતા. પરેડ દરમિયાન પ્રેક્ષાગૃહોમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ તમામ પ્લાટૂનની તાલબદ્ધ પરેડ નિહાળી પ્રભાવિત થયા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245