વાપી રેલવે સ્ટેશને ખાનગી કંપનીના કર્મચારીને ધક્કો મારી ફોન લૂંટી લીધા બાદ પાંચ જેટલા ટ્રાન્જેક્શન કરીને રૂપિયા ૮૫૮૫૦ ઉસેટી લેનાર ગેંગના ચાર સાગરિતને પોલીસે ઝડપી પાડયા હતા. આ સાથે જ આરોપી પાસેથી ચોરીના મોબાઈલ ફોન તેમજ રૂપિયા કબજે લેવાયા હતા.
વાપી રેલવે સ્ટેશને તા. ૨૬-૧-૨૦૨૫ ના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ વાપીની ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારી પોતાના વતન જવા માટે ટ્રેન પકડવા આવ્યા હતા. તે સમયે બે અજાણ્યા ઈસમો આવીને કર્મચારીને છાતીના ભાગે મુક્કો મારીને તેમની પાસેથી મોટોરોલા કંપનીનો રૂપિયા ૧૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. આ સાથે જ તેને અપશબ્દો કહીને ધમકી આપીને ફોન પે એપ્લિકેશનનો પાસવર્ડ પણ તે શખ્સોએ મેળવી લીધો હતો. જે બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. બાદમાં તેમના દ્વારા પ અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને રૂપિયા ૮૫૮૫૦ રોકડ ઉપાડી લેવાયા હતા.
જે અંગે કંપનીના કર્મચારીએ ફરિયાદ આપતા રેલવે પોલીસે વાપી સ્ટેશન અને જે દુકાન ઉપર ટ્રાંજેક્શન થયું હતુ તેના સીસીટીવી ફુટેજને આધારે કુલ ૪ આરોપી આલમ અસલમ રઝાક શેખ (રહે. ચાલીશગાવ, ઘાટરોંડ પાણીની ટાકી બાજુમાં, જલગાવ), ઈરફાન અજમુદ્દીન હસન મદારી (રહે. સંજાણ રેલવે સ્ટેશન, ઝુંપડપટ્ટી), સાદિક નવાબ મદારી (રહે. આસ્તાંગાવ ઇન્દ્ર પ્લોટ તા.નંદુરબાર) તથા નાઝીમ રૂબાબ હેડર મદારી (રહે. હુસેન મસ્જિદની બાજુમાં, તા. સિદખેડા ધુલીયા)ની ધરપકડ કરી છે. ચોરેલ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા ૮૫૮૫૦ મળી કુલ ૧૦,૦,૦૮૫૦ નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245