વલસાડના છીપવાડ પાસે યોગી સેનેટરી નામની દુકાન ચલાવતા વેપારી હરેશ કહાગરા ગત તા. ૧૫-૦૨-૨૫ના રોજ ઉઘરાણીના ભેગા કરેલ રૂા.૧૧.૫૦ લાખ ભરેલ બેગ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન એક કામ માટે તેમણે ઉભી રાખેલી કારમાંથી નાણાં ભરેલી બેગ ચોરાઈ ગઈ હતી.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ત્રીચી (નાયડુ) ગેંગના શવા મારીમુથ્થુ તોટીનાયકા, વિગ્નેશ વેલુ કુંડાયા, શક્તિ મારીમુથ્થુ કોમરાહી નાયડુ,પ્રદિપ ઉર્ફે પ્રતિપ કુમાર રામકૃષ્ણ નાયડુ ,કન્નમા કુમાર કિસના નાયડુ, વેંકટેશ તેલતુર કરપૈયા નાયડુ, કિરણકુમાર મુથ્થુરામન તોટીનાયકા, સીની મારીમુથ્થુ કોમરાડ્ડી નાયડુ, ચંદ્રુ હનુમતરાવ નાયડુ અને રખુ ઉર્ફે રૂકમણી કુમાર સુબય્યા નાયડુની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટે સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી કરી હતી. જે બાબતે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે આરોપીના ૦૨ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતા.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250