સોનગઢના રૂપવાડાગામનાં નિશાળ ફળિયામાં રહેતા ભીલાભાઈ સુરેશભાઈ ગામીત નાઓ કડિયાકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જયારે ભીલાભાઈએ તારીખ ૨૪/૦૮/૨૦૨૪ના રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેમનો ૧૬ વર્ષીય ૧૧ મહિના અને ૧૦ દીવસના સગીર વયનો પુત્ર રોહન ભીલાભાઈ ગામીતનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અથવા ગુમ થઈ ગયો હોય.
જોકે રોહન શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉં વર્ણનો, મોઢું લંબગોળ છે તેમજ તેની ઊંચાઈ આશરે ૫ ફૂટ હશે તેમજ તેણે શરીરે ટૂંકી બાયનું સફેદ કલરનું શરત અને કાળા કલરની પેન્ટ તથા પગમાં સફેદ કલરના વરસાદી રબરની ચંપ્પલ પહેરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. તે સ્કુલનું કાળા કલરનું બેગ પણ સાથે છે. આમ, સોનગઢ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 0
Users Last 30 days : 904
Total Users : 11414