Explore

Search

August 11, 2026 6:42 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કપડવંજમાં ‘રતવાની દવા’ના નામે ગોરખધંધાનો પર્દાફાશ, રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત

કપડવંજ : બાળકો માટેની ‘રતવાની દવા’ના નામે ચાલતા બિનઅધિકૃત દવા વેચાણનો નડિયાદ FDCAની ટીમે પર્દાફાશ કર્યો છે. 7 ઓગસ્ટે ધોળીકૂઈ ખાતે આવેલા ‘ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું’માં તપાસ દરમિયાન રૂ.66,400નો દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન લેબલ વગરની 100 મિ.લી.ની 160 બોટલો, ‘રતવાની દવા’ના લેબલ, આશરે 1,000 ખાલી બોટલો તેમજ વિટામિન-B કોમ્પ્લેક્સના 92 ભરેલા કન્ટેનર મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મોટા કન્ટેનરમાં ખરીદાતી દવાને દવાખાનામાં જ નાની બોટલોમાં રીપેક કરી પોતાના લેબલ સાથે રૂ.80માં વેચાતી હોવાની વિગતો સામે આવી છે.

દવા તૈયાર કરવા કે રીપેકિંગ માટે જરૂરી લાયસન્સ-પરમિશન તેમજ બેચ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર અને વેચાણ બિલ જેવા દસ્તાવેજો મળી આવ્યા નહોતા. બોટલો પર ઉત્પાદકનું નામ-સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર તથા ઉત્પાદન અને એક્સપાયરી તારીખ જેવી ફરજિયાત વિગતો પણ નહોતી.

FDCAએ દવાના સેમ્પલ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટના આધારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. FDCAએ વાલીઓને ખાસ કરીને છ માસથી નાના બાળકોને તબીબી નિષ્ણાતની સલાહ વિના કોઈપણ દવા કે પ્રવાહી ન આપવાની ચેતવણી આપી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 3 0
Users Today : 11
Users Last 30 days : 351
Total Users : 14830